
દક્ષિણ સુદાનમાં આશરે ૨,૦૦૦ બળવાખોરોએ સંયુક્ત રાષ્ટ્રના મથક પર હુમલો કરતા ત્રણ ભારતીય શાંતિ સૈનિકો માર્યા ગયા છે. છેલ્લા એક મહિનામાં દક્ષિણ સુદાનની હિંસામાં ૧,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. દક્ષિણ સુદાન વિશ્વનો સૌથી નવો સ્વતંત્ર દેશ છે. દક્ષિણ સુદાનમાં આઠ મહિનામાં શાંતિ સૈનિકો પર હુમલાની આ બીજી ઘટના છે.
ગઈ કાલે રાત્રે, આ હુમલામાં ભારતના શાનદાર તરણવીર (રોવર) “”ધર્મેશ સાંગવાન” પણ શહીદ થયા છે. જેઓ ઘણી એશિયન ગેઈમ્સમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય હતા. તેઓ પોતાના ક્ષેત્રમાં ખુબ જ ટેલેન્ટેડ અને હોશિયાર હતા. ભારતીયો માટે ખરેખર આ દુઃખદાયક સમાચાર જ કહેવાય!
પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે!
ઓમ શાંતિ!! ઓમ શાંતિ!! ઓમ શાંતિ!!
No comments:
Post a Comment