
જ્યોર્જ લોબો ન્યુયોર્ક, અમેરિકા :
હું (બાબુ લોગનાથન) મારી પ્રોફાઈલ :
હું અરવિંદને ત્યારથી ઓળખું છું જયારે અમે બંને IITમાં સાથે ભણતા હતા. હું એને મારા હાથ જેટલી સારી રીતે ઓળખું છુ એટલે મને એના વિશેના મનઘડંત અભિપ્રાયો સાંભળીને ખુબ દુઃખ થાય છે. તે એક ખુબજ હોંશિયાર, જાણકાર, નિઃસ્વાર્થ અને પ્રમાણિક વ્યક્તિ છે. IITના દિવસોમાં અમે બધા અમારી કારકિર્દીની અને જેવો અવસર મળે એવા તરતજ ભારત છોડીને બીજા કોઈ દેશમાં સ્થાયી થવાનો વિચાર કરતાં હતા ત્યારે એ ભારતની સૂરત બદલવા કઈંક કરવાના જ વિચારો ધરાવતો હતો. એ દિવસોમાં એ વી. પી. સિંઘ નો પ્રશંસક હતો અને એમની પ્રમાણિકતા(બોફોર્સ) અને સામાજિક ન્યાય(માંડલ કમિશન) સ્થાપવાના પ્રયાસોથી અત્યંત પ્રભાવિત થયો હતો.
એ BJP ને મંદિર ચળવળ ચલાવવા માટે વખોડતો હતો માટે જે તેની ઉપર BJP કે RSSનો એજન્ટ હોવાનો આરોપ મૂકે છે એ લોકો એના વિશે કાંઈજ જાણતા હોવા વિશે મને શંકા છે. જે લોકો એની પ્રમાણિકતા અને ઉપર શંકા કરે છે એમને જણાવવાનું કે જયારે તેણે સરકારી નોકરી માંથી રાજીનામું આપ્યું ત્યારે તે (Joint Commissioner, Income Tax Dept Delhi) દિલ્લીમાં આયકર વિભાગમાં સંયુક્ત કમિશનરના પદે હતો.
દિલ્લી મુંબઈ જેવા શહેરોમાં આવા પદે બિરાજેલા અધિકારીઓ મહિને ૧ કારોડ રૂપિયા જેટલી રકમ બીજા બહારના સ્ત્રોતો માંથી મેળવે છે. હવે તમે એટલા તો સમજદાર છો કે એ બહારના સ્રોતો કયા એ સમજી શકો. મારા તમારા માંથી કેટલા લોકો આવી કારકિર્દીને દેશની સેવા કરવા માટે કુરબાન કરીએ? હું અહીં દર મહિને ૧,૨૫,૦૦૦(એક લાખ પચ્ચીસ હજાર) અમેરિકન ડોલર કમાઉ છું અને એ મારા કરતાં ૧૦ ગણો વધારે હોશિયાર અને પ્રતિભાશાળી હતો. હું ભારતના દરેક નાગરિકને ધર્મ અને જાતિના ભેદભાવોને ભૂલીને આપણા દેશને આ ભ્રષ્ટાચારી રાજકારણીઓના સકંજા માંથી છોડાવવાનો આ મોકો મળ્યો છે એને વધાવી લેવા અનુરોધ કરું છું. આપણા “ચલતા હૈ” કે “શું ફેર પડે છે” વાળા અભિગમના કારણે આ પરિસ્થિતિ આવી છે.
અને છેલ્લે જો તમે તમારા દેશના વિકાસમાં કોઈ ફાળો આપી શકો એમ ના હોવ તો પણ મહેરબાની કરીને કેજરીવાલને સાચા તથ્યો જાણ્યા વગર સાંપ્રદાયિક/ અભિમાની/ અપ્રમાણિક કહીને અપમાનિત ના કરશો. અમે એ સમયના બધાજ સહાધ્યાયીઓ અલગ અલગ ધર્મ જાતિના હોવા છતાં એમ માનીએ છીએ કે જો ભારતની પ્રજા કેજરીવાલ જેવા ૧૦૦ નેતાઓને સંસદમાં ચૂંટે તો આવતા ૧૦ વર્ષમાં આપણો દેશ ટોચના દેશોમાં ગણનાપાત્ર બની જાય.
No comments:
Post a Comment