
સ્માર્ટફોન મારફતે હવે મિત્રો સાથે સતત કનેક્ટ રહેવું વધુ સરળ બન્યું છે. ખાસ કરીને ફેસબૂક અને ટ્વિટરમાં અપડેટ રહેવાનું બધા વધુ પસંદ કરે છે. જોકે, એના માટે સ્માર્ટફોનની સાથે સાથે ઈન્ટરનેટની સવલત હોવી પણ ફરજીયાત છે. પણ હવે આગામી વર્ષથી આવનારા સ્માર્ટફોનમાં અલગથી ઈન્ટરનેટ નહીં હોય તો પણ ફેસબૂક અને ટ્વિટરમાં મેસેજ છોડી શકાશે એવી ટેકનિક વિકસાવાઈ છે.
સિંગાપૂર બેઝ્ડ કંપનીએ ટ્વિટર સાથે વાટાઘાટો આદરી છે એ પ્રમાણે આ કંપનીએ એવી ટેકનિક વિકસાવી છે જેના દ્વારા ઈન્ટરનેટના જોડાણ સિવાય પણ ફેસબૂક, ટ્વિટર અને જી ટોક સાથે કનેક્ટ રહી શકાશે. તો બીજી તરફ યુટીઓપિયા નામની એક કંપનીએ પણ ફેસબૂક સાથે આ બાબતે વાતચિત શરૃ કરી છે. આ કંપનીએ એવી કશીક ટેકનિક વિકસાવી છે કે જેના દ્વારા ફેસબૂકમાં મેસેજની આપલે ઈન્ટરનેટના જોડાણ વગર પણ સ્માર્ટફોનની અંદર વિકસાવાયેલી ટેકનિકના કારણે જ યુઝર્સ કરી શકશે.
જો બંને કંપની સાથેની વાટાઘાટો બરાબર રીતે પાર પડશે તો આગામી વર્ષમાં મોડામાં મોડું માર્ચ મહિના સુધીમાં આ ટેકનિક સાથેના મોબાઈલ ફોન્સ માર્કેટમાં ઉપલબ્ધ બની જશે. જો એવી જગ્યાએ જવાનું થાય કે જ્યાં ઈન્ટરનેટનું નેટવર્ક નથી મળી શક્તું તો પણ સ્માર્ટફોનમાં રહેલી આ ટેકનિક તમારો મેસેજ ફેસબૂક ટ્વિટરના તમારા મિત્રો સુધી પહોંચાડી દેશે અને તમે સીધા જ તમારા મિત્રોના સંપર્કમાં રહી શકશો.
No comments:
Post a Comment