Pages

Total Pageviews

Wednesday, 2 October 2013

ગુજરાતી ફિલ્મ 'ધ ગુડ રોડ’ ઓસ્કારમાં નોમિનેટ.

ગુજરાતી ફિલ્મ 'ધ ગુડ રોડ’ ઓસ્કારમાં નોમિનેટ...

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ૮૦ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ વાર ગુજરાતી ફિલ્મની ઓસ્કર માટે સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી
લંચબોક્સ, ભાગ મિલ્ખા ભાગને પછાડી


ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવ લેવા જેવી ક્ષણ આવી પહોંચી છે. એન.એફ.ડી.સી.દ્વારા નિર્મિ‌ત અને ગુજરાતી ફિલ્મ જ્ઞાન કોરિયા દ્વારા દિગ્દર્શિ‌ત ગુજરાતી ફિલ્મ 'ધ ગુડ રોડ’ ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવા માટે પસંદગી પામી છે.

ગુજરાતી ફિલ્મનાં ૮૦ વર્ષનાં ઇતિહાસમાં સૌપ્રથમ વાર એવી ઘટના બની' છે કે કોઇ ગુજરાતી ફિલ્મને ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી રહી હોય. અગાઉ આ ફિલ્મને આ વર્ષનો શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો નેશનલ એર્વોડ મળી ચૂક્યો છે.

No comments:

Post a Comment