Pages

Total Pageviews

Wednesday, 19 February 2014

GPSCનું પરિક્ષાનું બદલાયેલ નવું માળખું !

gujaratpublicservicecommissionpardaphash-76735

મિત્રો, ગુજરાત સરકાર આગામી વર્ષોમાં બહુ મોટાપાયા પર ભરતી કરવા જઇ રહી છે. જાન્યુઆરીના પ્રથમ વીકમાં  કેબીનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારના મહત્વના હોદાઓ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાનું કામ કરતી સંસ્થા GPSC નું પરિક્ષા માળખુ પણ સરકારશ્રીએ બદલાવેલ છે. હવે નીચે મુજબનું માળખુ આ પરિક્ષાઓ માટે નક્કી થયુ છે.

પ્રથમ તબક્કો – પ્રિલીમીનરી પરિક્ષા
====================
આ તબક્કામાં ત્રણ પેપર હશે જે વૈકલ્પિક ( MSQ) હશે. કુલ 500 માર્કસની આ પરિક્ષા હશે.
1. ગુજરાતી અને અંગ્રેજી વર્બલ સ્કીલ – 150 માર્કસ અને 90 મીનીટ
2. એપટીટ્યુડ ટેસ્ટ – 150 માર્કસ અને 90 મીનીટ
3. સામાન્ય જ્ઞાન – 200 માર્કસ અને 120 મીનીટ

બીજો તબક્કો – મુખ્ય પરિક્ષા
================
આ તબક્કામાં કુલ પાંચ પેપર હશે જેમાં ત્રણ પેપર વર્ણનાત્મક અને બે પેપર વૈકલ્પિક હશે. કુલ 900 માર્ક્સની આ પરિક્ષા હશે.
1. ગુજરાતી ભાષા – 200 માર્કસ અને 3 કલાક
2. અંગ્રેજી ભાષા – 100 માર્કસ અને 3 કલાક
3. કોઇપણ એક વિષયનું પેપર – 200 માર્કસ અને 3 કલાક ( કુલ 28 વિષયમાંથી કોઇએક વિષય પસંદ કરવાનો છે.)
4. સામાન્ય જ્ઞાન -1 ….. 200 માર્કસ અને 100 મીનીટ ( MCQ )
5. સામાન્ય જ્ઞાન – 2 ……200 માર્કસ અને 100 મીનીટ ( MCQ)

No comments:

Post a Comment