Pages

Total Pageviews

Wednesday, 27 November 2013

1003898_10152021073385792_793369781_n




રામલીલાનું રંગીન રીવ્યુ :
===============
‘રામ-લીલા’: પ્લીઝ કોઈ નગાડા લાવો, ઢોલ લાવો અને મહેરબાની કરીને કોઈ રાસ-ગરબાના પેલા અદભુત સ્ટેપ્સ શીખવો, કારણ કે હમણાં જ ‘રામ-લીલા’ જોઈને પાછો ફર્યો છું અને મનમાં ને બૉડીમાં જોરદાર થનગાન-થનગાટ અનુભવી રહ્યો છું. અોપનિંગ ક્રેડિટ્સમાં જ ઝવેરચંદ મેઘાણીનો સ-સતવીર, સ-આદાર આભાર માનવામાં આવ્યો છે એટલે ફિલ્મની શરુઆતમાં જ જીવને ટાઢક થઈ જાય છે. ઈન ફેક્ટ, ફિલ્મની શરુઆત જ મેઘાણી રચિત ‘મન મોર બની થનગાટ કરે’ના સુપર્બ ઓડિયોથી થાય છે. આખી ફિલ્મમાં જ્યાં જ્યાં અને જ્યારે જયારે ગુજરાતી લોકસંગીતનો ઉપયોગ થયો છે ત્યારે દર વખતે જોરદાર ગૂઝબમ્પ્સ આવ્યા છે.
મેઘાણીના ઋણ-સ્વીકાર ઉપરાંત સંજય લીલા ભણસાલીએ ઑર એક કામ સારું કર્યું છે. રાધર, કરવું પડ્યું. આખી ફિલ્મમાંથી ‘રબારી’ અને ‘રાજપૂત’ શબ્દને રિપ્લેસ કરીને એની જગ્યાએ ભળતા ને કાલ્પનિક શબ્દો મૂકી દીધા તે બહુ સારું થયું, કારણ કે આ જ્ઞાતિઓના સંદર્ભો ફિલ્મમાં એટલી તીક્ષ્ણતાથી સતત વપરાતા રહે છે કે જો ઓરિજિનલ શબ્દો યથાવત રહ્યા હોત તો પરિસ્થિતિ ખરેખર સ્ફોટક બની જાત. ‘અંજાર’ અને ‘નખત્રાણા’ને બદલે એેવા જ ફોનેટિક્સવાળાં બીજાં નામ મૂકાયાં છે તે પણ ઠીક થયું છે. વાર્તા કાલ્પનિક છે, પાત્રો કાલ્પનિક છે, આખો માહોલ કાલ્પનિક છે પછી ઓથેન્ટિક સંદર્ભોની જરુર પણ શી છે.
રણવીર સિંહનો મુછ્છડ લૂક પહેલી વાર જોયો હતો ત્યારથી પસંદ નહોતો આવ્યો, પણ ફિલ્મમાં આ એનર્જેટિક એક્ટર બોમ્બની જેમ ફાટે છે. ‘રામ-લીલા’ રણવીરના કરીઅરને જુદી જ ઊંચાઈ પર પહોંચાડી દેશે. લીલાના રોલમાં પહેલાં કરીના કપૂરની પસંદગી થઈ હતી. બહુ મોડે મોડે પછી આ રોલમાં દીપિકા ફિટ થઈ હતી. ફિટ થઈ એટલે એવી ફિટ થઈ કે હવે આ રોલમાં બીજી કોઈ હિરોઈનને કલ્પવી ગમતી નથી. લીલા આવી જ હોય. તીખી, આક્રમક, હરીભરી, મજબૂત. સાઈઝ ઝીરો કરીના લીલા તરીકે દીપિકા જેવી ન જ જામત. સાઉથ ઈન્ડિયન દીપિકાનું અફલાતૂન રાસ-ગરબા પર્ફોર્મન્સ ઐશ્ર્વર્યા રાયના ‘ઢોલી તારો ઢોલ બાજે’ને ઝાંખુ પાડી દે એવું જાનદાર છે. ફિલ્મનાં બધાં જ ટોપ ફોર્મમાં છે. પૂરક પાત્રો પણ સરસ ઊપસ્યાં છે. સુપ્રિયા પાઠક ખાસ!
સંજય લીલા ભણસાલી – અ કમર્શિયલી સક્સેસફુલ ડિરેક્ટર – ઈઝ ફાયનલી back… એન્ડ હાઉ! આપણને તો જોકે તેમણે ડિરેક્ટ કરેલી ‘સાંવરિયાં’ સિવાયની બધી જ ફિલ્મો ગમી છે. ‘રામ-લીલા’માં એમનો એક અલગ અંદાજ સામે આવ્યો છે. ‘ખામોશી’થી ‘ગુઝારિશ’ સુધીની પોતાની તમામ ફિલ્મોમાં હીરો-હિરોઈનનો રોમાન્સને બહુ જ નજાકતથી, શાલીનતાથી અને ટિપિકલ પારિવારિક ફિલ્મોમાં શોભે એ રીતે ફિલ્માવ્યો, પણ ‘રામ-લીલા’માં એમણે આ સો-કોલ્ડ ભદ્રતાને રીતસર ગોળી મારી દીધી છે. પહેલી વાર એમણે નાયક-નાયિકાના ફિઝિકલ passion ને આશ્ર્ચર્ય થાય એટલી બોલ્ડ રીતે પેશ કર્યું છે. ફિલ્મમાં સેકસ્યુઅલ મજાકો બિન્ધાસ્ત રીતે થાય છે. વળી, સંજય ભણસાલીના ડિરેક્શનવાળી ફિલ્મમાં આટલી બધી હિંસા હોઈ શકે એવીય કલ્પના નહોતી! શું આ બધું ખૂંચે એવું છે? ના. ફિલ્મના માહોલ અને ટોન સાથે બધું સુસંગત છે. વેલ, ઓલમોસ્ટ.
આવતા વર્ષે અવોર્ડ ફંકશન્સમાં ઢગલાબંધ કેટેગરીઝનાં નોમિનેશન્સમાં એનું નામ ગાજવાનું છે. આ ફિલ્મ માસ્ટરપીસ કોઈ એંગલથી નથી, પણ તે એક હાઈલી એન્ટરટેનિંગ પિક્ચર જરુર છે. સો વાતની એક વાત. ‘રામ-લીલા’ જોવાય? બિલકુલ જોવાય.

No comments:

Post a Comment