Pages

Total Pageviews

Wednesday, 30 October 2013

STATUE OF UNITY MUST READ IT...

http://vtvgujarati.com/news/2525.jpg

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં આકાર પામશે. દેશ જ નહીં વિશ્વભરની નજર શિલાન્યાસ પર મંડરાણી છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું સરદાર સરોવરમાં શિલાન્યાસ થશે. સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સ્મરણાંજલિ આપવા માટે સરદારની પ્રતિમાનું શિલાન્યાસ કરવામાં આવશે. જોઈએ કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિમાની ખાસિયતો શું છે.

અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી એટલે કે સ્વતંત્રતાની દેવી કરતાં પણ ઊંચી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં નિર્માણ પામશે. નર્મદામાં સરદાર સરોવરમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થશે. રાજ્ય સરકારે નિર્ધાર વ્ય~ત કર્યો છે કે, સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તાર બાદ  
કેવડિયાને ધરતીનું બીજું સ્વર્ગ કાશ્મીર બનાવવામાં આવશે. જોઈએ કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની ખાસીયતો શું છે. 
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે તેમને ભવ્ય સ્મરણાંજલિ આપવા માટે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું શિલાન્યાસ. આ પ્રતિમાને સ્ટેચ્યૂ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું છે. જે   અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી એટલે કે, સ્વતંત્રતાની દેવીની પ્રતિમા કરતા પણ બે ગણી ઊંચી હશે. અમેરિકાની સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની પ્રતિમા 93 મીટર ઊંચી છે. જ્યારે સરદાર પટેલની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમા 182 મીટર ઊંચી બનશે.  એટલું જ નહીં રિઓ ડી જાનેરોના ક્રાઈસ્ટ ધ રિડીમરના સ્ટેચ્યૂ કરતાં પાંચ ગણી ઊંચી હશે. સરદારની પ્રતિમા નર્મદા નદી પર સરદાર સરોવર ડેમથી 3.32 કિ.મી. દૂર સાધુ બેટ પર આકાર પામશે. આ પ્રતિમા 182 મીટર એટલે કે, 60 માળ જેટલી ઊંચી બનશે. આ પ્રતિમા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલ અંતર્ગત નિર્માણ પામશે. વળી  પ્રવાસીઓ માટે 450 ફુટની ઊંચાઈએ દર્શક ગેલેરી પણ આકાર પામશે. અહીં ઓડિયો-વિઝષયુઅલ ગેલેરી, પટેલની જીવન ઝાખી કરાવતો લેઝર-લાઈટ-સાઉન્ડ શો, વ્યુઝષયુઅલ ટુર, કૃષિ વિકાસ, જળ નિયમન આદિજાતી તથા સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્ર રહશે. સ્ટ્રક્ચરલ સ્ટીલ ફ્રેમવર્કથી બનેલી આ પ્રતિમા હવામાન સામે ટકી રહે તેવી ડિઝાઈનની હશે. જે ભારે પવન અને ભૂકંપને પણ ઝીલી શકશે. જે માટે ડેમ્પર અને પર્ફોરિડેટ પેનલનો પણ પ્રયોગ કરાશે. આ પ્રતિમાનું નિર્માણ આરબ દેશમાં વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાનું નિર્માણ કરનારી કંપની ટર્નર પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરાશે. પ્રતિમાના નિર્માણના પહેલા તબક્કાની કામગીરી 42 મહિનામાં કુલ રૂપિયા 2,062 કરોડના ખર્ચે પુરી કરાશે. પહેલા તબકક્માં સાધુ ટેકરી પર જમણાં કાઠે જોડતો પુલ, કેવડિયા સુધીનો 5 કિ.મી.નો રસ્તો, મેમોરિયલ ગાર્ડન બનશે. વળી સરદારની પ્રતિમામાં બે લિફ્ટ મુકાશે. જેમાં લિફ્ટમાં ઉપર સુધી પહોંચ્યા બાદ સરદાર સાહેબની આંખોમાંથી નર્મદા ડેમ અને કુદરતી સૌંદર્યને જોવાનો લહાવો લઈ શકાશે. સરોવરમાં સરદારથી પ્રતિમા સુધી પહોંચવા માટે નૌકાવિહાર દ્વારા જઈ શકાશે. જે ગોરાબ્રિજથી ડેમ સાઈટ સુધી 650 હેક્ટર વિસ્તારમાં આકાર પામશે. આ પ્રતિમા સાથે 12 કિલોમીટર લાંબુ અને 1200 મીટર પહોંળું સરોવર પણ રચાશે.  

વળી આ પ્રતિમાના શિલાન્યાસ પહેલા સ્થાનિક તડવી સમાજે વિરોધ પણ કર્યો હતો. સ્થાનિકોનુ કહેવુ હતુ કે, જે સ્થળે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થાપિત કરવાની છે તે સાધુ ટેકરી તેમની આસ્થાનું પ્રતિક છે. વળી સરદરા સરોવર પ્રોજેક્ટમાં જમીનો ગુમાવનારા કેવડિયા, કોઠી, નવાગામ, લીમડી, વાગડિયા, વોરા ગામના અસરગ્રસ્તોએ પણ વિરોધ કર્યો હતો. જો કે, કેવડિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરીટી કાયદો રદ કરવા, ગરુડેશ્વર તાલુકો અલગ બનાવવા સહિતના પ્રશ્નો ઉકેલાઈ ગયા હોવાનો દાવો કરાયો છે. તો અલગ ગરુડેશ્વર તાલુકો બનાવવાની, છ ગામો માટે પેકેજની અને ખેડૂતોને નર્મદા અને કરજણ ડેમમાંથી સિંચાઈનું પાણી આપવાની પણ જાહેરાત કરાઈ છે.

No comments:

Post a Comment