Pages

Total Pageviews

Saturday, 26 October 2013

NOW COMMERCE IN 9th & 10th STD.for CBSE

દેશભરની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ)-નવી દિલ્હી સંલગ્ન તમામ સ્કૂલોમાં જૂન-૨૦૧૪ના શૈક્ષણિક સત્રથી ધોરણ અને ૧૦માં પ્રાયોગિક ધોરણે પહેલીવાર એકાઉન્ટ તેમજ એલિમેન્ટ ઓફ બિઝનેસ જેવા કોમર્સ વિદ્યાશાખાના વિષયો દાખલ કરવા અંગેની દરખાસ્ત તૈયાર કરી દીધી છે.
સમયની માગ મુજબ વિદ્યાર્થી કોમર્સના વિષયોનું જ્ઞાન મેળવે તે જરૂરી
જૂન-૨૦૧૪થી એકાઉન્ટ અને એલિમેન્ટ ઓફ બિઝનેસ વિષય દાખલ
હમણાં સુધી દેશભરની શાળાઓમાં કોમર્સ વિદ્યાશાખાના વિષયો ધોરણ ૧૧ અને ૧૨માં ભણાવવામાં આવતા હતા. પરંતુ સમયની માગને અનુસરીને સીબીએસઈ દ્વારા ધોરણ ૯થી કોમર્સના વિષયો દાખલ કરવા અંગેની પ્રક્રિયા પુરી કરવામાં આવી છે. ધો.૯થી કોમર્સના વિષયો દાખલ કરવાની કેમ પ્રક્રિયા હાથ ધરાઈ છે તે અંગે શિક્ષણ ક્ષેત્રના એક તજજ્ઞો જણાવ્યું હતું કે, ''વિદ્યાર્થી પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે તો તેને શું શું સાવધાની રાખવી, હિસાબ કેમ રાખવો, પ્રાથમિક તબક્કે ધંધામાં કેટલું રોકણ કરવું, કેટલો ખર્ચ કરવો વગેરે બાબતોથી વાકેફ થાય તે જરૂરી છે તે માટે સીબીએસઈ દ્વારા ઉપરોક્ત કવાયત હાથ ધરાઈ હશે.'' અત્રે ઉલ્લેખનીય છે કે, કોમર્સના વિષયો માટે પણ સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અનુસાર સમેટિવ અને ફોર્મેટિવ એસેસમેન્ટ જ રહેશે અને એ રીતે પરીક્ષા પણ લેવાશે.કોમર્સના વિષયો માટે દરેક સત્ર દીઠ બે ફોર્મેટિવ એસેસમેન્ટ રહેશે અને બંનેમાં વિદ્યાર્થીએ ૧૦-૧૦ માર્ક લાવવના રહેશે. વાર્ષિક પરીક્ષા માટે ૯૦ ગુણનું પેપર રહેશે જેમાં વિદ્યાર્થીએ પાસ થવા માટે ૨૭ ગુણ મેળવવના રહેશે. અત્રે નોંધનીય છે કે, થિયરીનું માટે બે કલાક જ્યારે પ્રાયોગિક માટે એક કલાકનો સમય રહેશે.
એનસીએફની ભલામણ આવશે તો જ ગુજરાતમાં અમલ કરાશે
નેશનલ કરિકલુમ ફ્રેમવર્ક (એનસીએફ)-૨૦૦૫ની અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં નવેસરથી અભ્યાસક્રમ તૈયાર કરાયા છે. હવે આગામી દિવસોમાં અભ્યાસક્રમ માટેની એનસીએફની નવી ભલામણ આવશે. અભ્યાસક્રમ અને રિસર્ચ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, ''સીબીએસઈના પેટર્નનો ગુજરાત શિક્ષણ બોર્ડે સીધો અમલ કરવો ફરજિયાત નથી. પણ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ-નવી દિલ્હી સંલગ્ન એનસીએફ જે રીતે અભ્યાસક્રમ અંગેની ભલામણ તૈયાર કરીને દેશના તમામ રાજ્યોના શિક્ષણ બોર્ડને મોકલે છે તે આધારે શાળાઓમાં અભ્યાસક્રમ તૈયાર કરાતા હોય છે. હવે એનસીએફની નવી ભલામણ આગામી સમયમાં આવશે અને એમાં જો ધોરણ ૯થી કોમર્સના વિષયો દાખલ કરવાનો મુદ્દો હશે તો તેનો અમલ કરવા શિક્ષણ બોર્ડ પણ વિચારશે.''

No comments:

Post a Comment