Pages

Total Pageviews

Thursday, 17 October 2013

એક શિક્ષકની પ્રાર્થના..........



                                 હે ભગવાન મારું એ સદભાગ્ય છે કે મારી આજીવિકાનો આધાર મારી શાળાના નિર્દોષ બાળકો છે. બાળકોની સેવા કરવાનો અને તેમનામાં સંસ્કારોનું સિંચન કરવાનો અને તેમનો સર્વાંગી ઘડતર કરવાની તક પણ આપી છે. અને મારા પર મોટી જવાબદારી પણ મૂકી છે. અને આ જવાબદારીને હું સમજપૂર્વક વહન કરી શકું તેવી શક્તિ આપજે. આ વ્યવસાય નથી પરંતુ પુણ્ય કમાવા માટેની તક છે. તેમાં હું મારી જાતને સંપૂર્ણ થવાનો પ્રયત્ન કરી સંભાળી રાખું. બાળકના સર્વાંગી વિકાસ સાથે શિક્ષક તરીકેની ભૂમિકા વચ્ચે સમતોલપણું જાળવી શકું એવી મને સમજ અને સ્થિરતા આપજે. અને આ બધાય માં સૌથી મોટો આધાર તો તું જ છે. શક્તિઓનો સ્ત્રોત તો તારામાંથી જ આવે છે. હું તો નિમિત માત્ર જ છું એ હંમેશા યાદ રાખી શકું એવી મને શ્રદ્ધા અને શક્તિ આપજે.
                                        


      THANKS TO CRC4RMC

No comments:

Post a Comment