- બેકારી ઓછી કરવાનો સરળ રસ્તો -
- ગુજરાતની બધીજ પે-સેન્ટર પ્રાથમિક શાળામાં લેપટોપ ઈન્ટરનેટ સાથે ક્લાર્કની ભરતી કરવી જોઈએ. જેથી શિક્ષકો તથા આચાર્યનું પેપરવર્ક ઘટશે.અને વર્ગમાં શિક્ષકો અસરકારક શિક્ષણકાર્ય પાછળ સમય આપી શક્શે.
- બેકાર ગ્રેજ્યુએટ યુવાનોને કામ મળી રહેશે. અને સરકારની વાહ વાહ પણ થશે.
- આશા રાખીએ કે નજીકના સમયમાં પ્રાથમિકમાં ક્લાર્કની ભરતી માટેસરકારશ્રી હકારાત્મક વિચારણા કરે.
ઘણા શિક્ષકો પૂછે છે કે શાળામાં શિક્ષકોને કેવા પ્રકારની શિક્ષા થઈ શકે ?
મિત્રો - વિનિમય ૨૭ અ (૧) મુજબ નીચેના કોઈ કારણસર શિક્ષક શિક્ષાને પાત્ર બને છે.
(1) ગેરવર્તણૂક (2) નૈતિક :પતન (3) બિનકાર્યક્ષમતા (4) જાહેર પરીક્ષામાં ગેરરીતિનું આચરણ (5) ખાનગીટ્યુશન
- ઉપરોક્ત કારણોસર વિનિમય ૨૭ અ (૨) માં બે પ્રકારની શિક્ષાની જોગવાઈ છે.
( 1) નાની શિક્ષા - જેમાં ચેતવણી( ઠપકો ) - એક વર્ષથી વધુ નહિ તેવા સમય માટે ભવિષ્યમાં અસર ન કરે તેમજઅસર કરે તેમ ઈજાફાની રૂકાવટ - શાળાને થયેલ આર્થિક નુક્શાન માટે પગારમાંથી વસુલાત -
(2) મોટી શિક્ષા - પાયરીઉતાર - નોકરીમાંથી બરતરફ - ફરજિયાત નિવૃતિ
No comments:
Post a Comment